Join Our WhatsApp Group!

પંચતંત્ર વાર્તાઓ ગુજરાતી | Panchatantra Stories in Gujarati

Join whatsapp group Join Now
Join Telegram group Join Now

“પંચતંત્ર વાર્તાઓ: પ્રાચીન ભારતથી કાલાતીત બૌદ્ધ અને જીવન પાઠ” – પ્રાચીન ભારતીય વિદ્વાન વિષ્ણુ શર્મા દ્વારા રચાયેલ પંચતંત્ર ની વાર્તાઓ, બે સહસ્ત્રાબ્દી વર્ષોથી ટકી રહેલ દંતકથાઓનો સંગ્રહ ધરાવે છે, જે વાતો કરતા પ્રાણીઓની મનમોહક વાર્તાઓ દ્વારા જીવનના આવશ્યક પાઠ આપે છે. પંચતંત્ર સામાન્ય જીવનમાં ઉપયોગી મહત્વપૂર્ણ જ્ઞાન બૌશકથાઓ દ્વારા આપણે બધાએ સાંભળેલી છે, જેમાં પ્રકૃતિ અને નાના મોટા જીવોને મુખ્ય ભૂમિકામાં દર્શાવવા માં આવે છે. આમતો આ વાર્તાઓ દરેક વ્યક્તિ વાંચી શકે પરંતુ પંચતંત્રની રંગીન દુનિયા બાળકોને વધારે પસંદ આવે છે.

પંચતંત્ર વાર્તાઓ ગુજરાતીમાં

એક સમયે વિક્રમ નામ ના રાજા હતા, રાજા વિક્રમ ના રાજ માં બધા સુખી હતા ત્યાં ચોરી, લૂંટફાટ અને ગુનાહ કરનાર ને ક્યારેય છોડવામાં ન આવતા. એક દિવસે રાજાના દરબારમાં ચોરને લાવવામાં આવે છે.
સૈનિક: મહારાજની જય હો.
રાજા: શું વાત છે સિપાહી?
સૈનિક: મહારાજ આ એક ચોર છે અને આ ચોર ને રંગે હાથ પકડ્યો છે.
રાજા: શું નામ છે તારું?
ચોર: મારું નામ રામલાલ છે મહારાજ.
રાજા: શું તને ખબર નથી કે ચોરીની સજા મૌત છે?

રામલાલ: મને ખબર છે મહારાજ પણ ચોરી કરવી મારી મજબૂરી છે.
મહારાજ: એવિતે કઈ મજબૂરી છે? મને જણાવ
રામલાલ: જો આ હાલત માં ચોરી કરતા પકડાઈ જઈશ તો મોતની સજા ફક્ત મને જ મળશે પરંતુ જો હું ચોરી નહિ કરું તો મારો આખો પરિવાર ભૂખ થી મારી જશે.
રાજા: શું મતલબ
રામલાલ: મહારાજ હું બેરોજગાર છું પરિવારની જવાબદારી નિભાવવા હું પહેલી વાર ચોરી કરવા નીકળ્યો હતો પરંતુ કમનસીબે હું પકડાઈ ગયો.
રાજા: તો આ તારું પહેલો અપરાધ છે, છેને?
રામલાલ: જી મહારાજ
રાજા: અને બેરોજગારી ને લીધે તું ચોર બન્યો છે?
રામલાલ: જી મહારાજ
રાજા: શું તને કામ કરવું સારું નથી લાગતું?
રામલાલ: નહિ મહારાજ, પણ મને કોઈ કામ દેતું જ નથી.
રાજા: એવું કેમ?
રામલાલ: ભગવાનની કૃપાથી મારી અંદર એક વિશેષ ગુણ છે પરંતુ મારો આજ ગુન મારા માટે અભિશાપ બની ગયો છે જેના લીધે કોઈ મને નોકરી નથી દેતું.
રાજા: તે વિશેષ ગુન ક્યો છે? મને જણાવ
રામલાલ: મહારાજ દર પૂર્ણિમાની રાતે મને કોઈ ને કોઈ વિશે સાપની આવે છે અને આવનારા સમયમાં તે સપનું સાચું થય જાય છે.
રાજા: હું તારો મતલબ ન સમજ્યો, જરા સ્પષ્ટ રીતે જણાવ.
રામલાલ: મને સારા અને ખરાબ બંને પ્રકારના સપના આવે છે, જે વ્યક્તિ વિશે મને ખબ સપનું આવે છે હું તેને આગાહ કરવા માટે તેને મારા સપના ની વાત કરું છું અને જ્યારે એ સપનું સત્ય થઈ જાય ત્યારે તે લોકો મને નોકરી નથી આપતા.
રાજા: પ્રજા ને રોજગાર દેવું રાજાનું કર્તવ્ય છે, હું તને નોકરી આપીશ પરંતુ તે અપરાધ કર્યો છે તો સજાતો મળશે, પરંતુ સજા પૂરી થયા બાદ તું મારા દરબાર માં આવજે હું તને અવશ્ય નોકરી આપીશ.
રામલાલ: જેવી તમારી આજ્ઞા મહારાજ, પરંતુ જતાં પહેલા શું હું તમને તમારા સપના વિશે જણાવી શકું મહારાજ?
રાજા: શું તે મારા વિશે પણ સપનું જોયું છે?
રામલાલ: જી મહારાજ
રાજા: જણાવ મારા વિશે તે સપના માં શું જોયું છે
રામલાલ: સપનું અશુભ છે મહારાજ જો મારા જીવનની માફી હોય તો હું જાણવું.
રાજા: હાં જણાવ
રામલાલ: મહારાજ પડોશ ના રાજા સૌમિત્ર તમારા રાજ્ય પર હમલો કરવા ના છે.
રાજા: શું બોલે છે? તારું આ સપનું બિલકુલ ખોટું છે કારણ કે મહારાજ સૌમિત્ર મારા પરમ મિત્ર છે તે મારા ઉપર ક્યારેય ચઢાઈ ના કરી શકે.
રામલાલ: મારું સપનું હમેશા સત્ય થાય છે મહારાજ.
રાજા: અને જો આ સપનું સત્ય ન થયું તો હું તારું સર કલમ કરી દઇશ.
રામલાલ: મને સ્વીકાર છે મહારાજ.
ત્યારેજ એક સિપાહી આવે છે.
સિપાહી: મહારાજ ની જય હો. ગજબ થાય ગયું મહારાજ હમણાજ ગુપ્તચર સૂચના લઈ ને આવ્યા છે કે મહારાજા સૌમિત્ર આપણી ઉપર હમ્લો કરવાના છે.
રાજા: શું કહી રહ્યો છે સિપાહી!
રામલાલ: મે કહ્યુ હતુંને મહારાજ કે મારું સપનું ક્યારેય ખોટું નથી હોતું.
રાજા: સિપાહી જાવ યુદ્ધ ની તૈયારી કરો.
ત્યારબાદ રાજા વિક્રમ રામલાલ ને કહે છે.
રાજા: રામલાલ તે ચોરી કરીને મારા રાજ્ય નો કાનૂન તોડ્યો છે, પરંતુ અત્યારે તે રાજા સૌમિત્ર ની ચઢાઈ ની જાણકારી આપી અમારી મદદ કરી છે હું તારા ઉપર અતિ પ્રસન્ન છું અને તેને સજા માંથી મુક્તિ આપું છું.
રામલાલ: ધન્યવાદ મહારાજ.
રાજા: અને હવે પછી તું ક્યારેય ચોરી ન કર તે માટે હું તને નોકરી આપું છું, હું તને મારા રાજદરબાર નો મુખ્ય દરબાન ઘોષિત કરી છું.
રામલાલ: ધન્યવાદ મહારાજ.
બીજા દિવસથી જ રામલાલ મહેલ ના મુખ્ય દ્વાર પર પહેરો દેવા લાગે છે પરંતુ કમજોરી ને લીધે તે રાતે જાગી નથી સકતો અને મૌકો મળતાજ તે ઝપકી લઈ લેતો. એક દિવસ પૂર્ણિમાની રાત્રે જ્યારે તે પહેરો દઈ રહ્યો હતો ત્યારે તેણે ઉંઘ આવવા લાગે છે.
રામલાલ: અડધી રાત તો થઈ ગઈ છે બધા નગર વાસી પણ સૂઈ ગયા હશે તો હું પણ થોડી ઉંઘ લઈ લવ કોઈને ખબર નહિ પડે.
રામલાલ સૂઈ જાય છે ત્યારેજ તેણે સપનું આવે છે. સપના માં રાજા વિક્રમ નાં મુખ્ય સેનાપતિ રાતના અંધારામાં એક એકાંત જગ્યાએ રાજા સૌમિત્ર નાં ગુપ્તચર ને મળે છે.
સેનાપતિ: બોલ ગુપ્તચર શું સંદેશ લાવ્યો છે?
ગુપ્તચર: રાજા સૌમિત્ર એ તમારા માટે સંદેશ મોકલ્યો છે કે
બે દિવસ બાદ તેઓ આ રાજ્ય પર હુમલો કરશે તમે બાગીઓ સાથે મળીને રાજા વિક્રમને બંદી બનાવી લેજો પછી તે તમને આ રાજ્ય ના રાજા બનાવી દેશે.
સેનાપતિ: રાજા સૌમિત્ર ને મારા ધન્યવાદ કહેજે અને હાં થોડીક ક્ષણો માં સવાર થવાની છે અત્યારે તારું અહીં થી જવું ખતરાથી ખાલી નથી માટે આજનો દિવસ તું જૂના મહેલ માં આરામ કર કાલે રાત થાય ત્યારે તું અહીં થી ચાલ્યો જજે.
ગુપ્તચર સંદેશ આપીને ચાલ્યો જાય છે અને રામલાલની આંખ ખુલી જાય છે.
રામલાલ: હે ભગવાન રાજ્યનો સેનાપતિ ગદ્દાર છે આ વાત મારે રાજા ને જલ્દી થી કહેવી પડશે નહિતર મોડું થઈ જશે.
બીજા દિવસે સવારે રાજા વિક્રમ તેના સેનાપતિ અને દરબારીઓ સાથે દરબાર માં બેઠા હતા ત્યારે એક સિપાહી આવે છે.
સિપાહી: મહારાજ ની જય, મહારાજ રામલાલ આપને મળવા ઈચ્છે છે.
રાજા: એણે મોકલી દો.
ત્યારે રામલાલ ને દરબાર માં પ્રવેશ કરે છે.
રામલાલ: મહારાજ ની જય હો,
રાજા: બોલો રામલાલ શું કહેવા ઈચ્છે છે.
રામલાલ: મહારાજ વાત ગંભીર છે બધાની સામે કહેવી ઉચિત નથી તેના થી મારા જીવનો જોખમ છે.
મારી ઉપસ્થિતિમાં તરે ડરવાની જરૂર નથી બધાની સામે જણાવ તું શું કહેવા માગે છે.
ત્યારે રામલાલ સેનાપતિ સામે ઈશારો કરતા બોલ્યો.
રામલાલ: મહારાજ સેનાપતિ કરણસિંહ ગદ્દાર છે તે પાડોશી રાજ્ય ના રાજા સૌમિત્ર સાથે મળીને તમારા પર ચઢાઈ કરવા ની યોજના બનાવી રહ્યો છે આપને બંદી બનાવીને તે પોતે અહીંનો રાજા બનવા ઈચ્છે છે મહારાજ.
રાજા આશ્ચર્ય ચકિત થઈને રામલાલ ને કહે છે.
રાજા: અને આ બધું તને કેવીરીતે ખબર?
રામલાલ: મહારાજ કાલે પૂર્ણિમાની રાત હતી અને કાલે રાત્રે મે એક સપનું જોયું જેમાં સેનાપતિ દુશ્મન ના ગુપ્તચર સાથે આજ વાત કરી રહ્યા હતા.
સેનાપતિ: શું બોલે છે મૂર્ખ તું જાણે છે તું કોણ ઉપર આરોપ લગાવે છે?
રાજા: રામલાલ સેનાપતિ કરણસિંહ મારા વફાદાર છે તેને ગદ્દાર સાબિત કરવા તારી પાસે કોઈ સબૂત છે?
રામલાલ: જી મહારાજ રાજા સૌમિત્ર નો ગુપ્તચર આ સમયે જૂના મહેલ માં છૂપાયેલો છે. તે જ સેનાપતિ ની ગદ્દારી નું સબૂત છે મહારાજ.
રાજા: સિપાહીઓ આજ સમયે જૂના મહેલ ની તલાશી લેવામાં આવે અને જો ત્યાં સૌમિત્ર નો ગુપ્તચર હોય તો તેને જડપી લેવામાં આવે અને ત્યાંસુધી સેનાપતિ કરણસિંહ ને બંદી બનાવવા માં આવે.
રાજા વિક્રમ નો આદેશ મળતાજ કરણસિંહ ને બંદી બનાવી લેવામાં આવે છે, બીજી બાજુ સિપાહીઓ સાથે રાજા વિક્રમ રામલાલ ને સાથે લઈ ને જૂના મહેલમાં જય છે અને ગુપ્તચર ને પકડી પાડે છે.
રાજા: વાહ રામલાલ તારા સપના ને લીધે મારા પર આવનાર સંકટ ટળી ગયો અને રાજ્ય નો ગદ્દાર પણ પકડાઈ ગયો હું તારા પર ખૂબ પ્રસન્ન છું રામલાલ.
રામલાલ: ધન્યવાદ મહારાજ.
રાજા: પરંતુ એક વાત થી હું તારા પર નારાજ પણ છું.
રામલાલ: હું કઈ સમજ્યો નહિ મહારાજ?
રાજા: તું પહેરેદાર છો રાતભર જાગીને મહેલ ની રક્ષા કરવી તારું કર્તવ્ય છે એવામાં જો તું સૂઈજાય અને મારા પર કોઈ હમલો કરિદે તો?
રામલાલ: હું કેમ માંગુ છું મહારાજ.
રાજા: તને માફ કરવામાં આવે છે કારણ કે જો તું સૂતો નાં હોત તો તને સપનું ન આવત અને જો તને સપનું ના આવત તો તું મને સાવચેત કેવી રીતે કરત પરંતુ હવે ધ્યાન રાખજે પહેરેદારી નાં સમયે હવે સૂતો નઈ.
રામલાલ: જી મહારાજ.
આ ઘટનાના ઠીક એક મહિના બાદ ફરી પૂર્ણિમાની રાત આવે છે તે સમયે પણ રામલાલ પહેરો દઈ રહ્યો હતો પહેરો દેતા દેતા અડધી રાત થઈ જાય છે ત્યારે રામલાલ વિચારે છે.
રામલાલ: ઊભા ઊભા થકી ગયો છું થોડી વાર બેસીજાવ છું.
રામલાલ બેસી જાય છે પરંતુ પૂર્ણિમાની રાત્રે તેણે સપનું આવવું નક્કી હતું માટે બેસતાની સાથે તે ઉંઘી જાય છે. હંમેશની જેમ રામલાલ ને સપનું આવે છે કે રાજા વિક્રમ શિકાર માટે જય છે આને થોડા જંગલી તેને બંદી બનાવી લે છે.
રાજા: તું નથી જાણતો કે તે કોને બંદી બનાવ્યો છે મને છોડી દે બની શકે કે હું તને માફ કરી દવ ત્યાજ કબીલા નો સરદાર આવે છે.
સરદાર: અહી માફી અને સજા દેવાનો અધિકાર ફક્ત મને છે. આની બલી દેવાની તૈયારી સારું કરો.
જ્યારે રાજા વિક્રમ ની બલી દેવાની તૈયારી થાય જય છે અને જલ્લાદ રાજા નું સર કલમ કરવા જાય છે સરદાર ની નજર રાજા ની આંગળી ઉપર જય છે જે લોહી વાળી છે.
સરદાર: ઉભારહો આતો ઘાયલ છે આની આંગળી માં ઘવ છે ખંડિત માણસ ની બલી ન દઈ શકાય આને છોડી દો.
આગલા દિવસે મહારાજ શિકાર જવાની તાયારી કરી રહ્યા હતા તે ઘોડા પર સવાર થવા જઈ રહ્યા હતા ત્યારેજ રામલાલ આવી જાય છે.
રામલાલ: ઉભરાહો મહારાજ તમે શિકાર માટે ન જાવ.
રાજા: કેમ અને તને કેવીરીતે ખબર કે હું શિકાર માટે જાવ છું?
રામલાલ: મને બધી ખબર છે મહારાજ કાલે પૂર્ણિમાની રાત હતી મે સપના માં જોયું હતું.
રાજા: અને તે સપના માં શું જોયું?
રામલાલ: મને માફ કરો મહારાજ તમારી મનાઈ હતી છતાં હું ઉંઘી ગયો હતો અને સપના માં મે જોયુ હતું કે જંગલી લોકો તમારા ઉપર હમલો કરવા ના છે.
રાજા: મારી સાથે આટલા સૈનિક હોવા છતાં પણ મારી ઉપર કોઈ હમલો કેવી રીતે કરી શકે?
રામલાલ: જંગલી લોકો તમારા પર હમલો કરશે અને તમારા બધા સૈનિક મરી જશે આવું મે સપના માં જોયુ મહારાજ.
રાજા: તારા સપનાના ડર થી હું શિકાર પર ન જાવ એવું નહિ બને અને જરૂરી નથી કે તારા બધા સપના સત્ય થાય હું શિકાર પર જરૂર જઈશ.
રામલાલ: ઠીક છે મહારાજ પરંતુ પહેલા તમે મને તમારો હાથ આપો.
રામલાલ ના કહેવાથી રાજા તેમનો એક હાથ આગળ કરે છે ત્યારે રામલાલ ચાકુ થી તેમની આંગળી પર નાનો ઘાવ કરીદે છે.
રાજા: દુષ્ટ આ તે શું કર્યું? સિપાહીઓ આને બંદી બનાવિલો અને મારા શિકાર થી પરત ફર્યા બાદ આને મારી સામે રજૂ કરવા માં આવે.
આ સાંભળીને સૈનિક રામલાલ ને બંદી બનાવી લે છે અને રાજા પોતાના કાફિલા સાથે જંગલ તરફ જાય છે, બીજા દિવસે રાજા હંમેશા ની જેમ પોતાના દરબાર માં બેઠા હતા.
રાજા: રામલાલ ને રજૂ કરવા માં આવે.
સૈનિક: રામલાલ હજાર છે મહારાજ.
રાજા: રામલાલ હું તને ધન્યવાદ કહેવા ઈચ્છું છું આજે ફરી તારા સપના ને લીધે મારી જીવ બચી ગયો છે, જો તે મારા હાથ પર ઘાવ ન કર્યો હોત તો તે જંગલી લોકોએ અવશ્ય મારી બલી ચડાવી દીધી હોત.
ત્યારેજ એક સૈનિક ગભરાયેલી હાલતમાં આવીને કહે છે.
સૈનિક: મહારાજ ની જય હો, મહારાજ એક ખરાબ સમાચાર લઈને આવ્યો છું આપણા રાજ્યના મહામંત્રી હવે નથી રહ્યા.
રાજા: શું, શું થયું તેમને એતો સ્વસ્થ હતા.
સૈનિક: રામલાલે તેમને પોતાના સપના વિશે જણાવ્યું હતું કે દસ દિવસ બાદ હૃદય ની હતું બંધ થવાથી તેમનું મૃત્યુ થશે પરંતુ મુત્યુ ના ડર થી તેમને હૃદય નો હુમલો આવવાથી સમય પહેલાજ તેમનું મૃત્યુ થયું.
રાજા: રામલાલ શું તે મહામંત્રી ને તારા સપના વિશે આજ જણાવ્યું હતું?
રામલાલ: જી મહારાજ, મારું સપનું ક્યારેય પણ ખોટું નથી પડતું.
રાજા: વાહ મારા રાજ્ય માં તારા જેવા વિચિત્ર માણસ ની કદર થવી જોઈએ, સૈનિકો મારા ખજાના માંથી ઘણું બધું સોનું અને હીરા લઈ આવવામાં આવે.
થોડી ક્ષણોમાં સૈનિક સોનું અને હીરા લઈને ઉપસ્થિત થાય છે.
રાજા: રામલાલ આલે આ મારા તરફથી તને ભેટ છે.
રામલાલ: ધન્યવાદ મહારાજ.
રાજા: અને આજ સમયે તને આ રાજ્ય માંથી કાઢવામાં આવે છે.
રામલાલ: રાજ્યથી કાઢવામાં આવે છે! મતલબ હવે હું આ રાજ્ય માં નઈ રહી શકું?
રાજા: હા તું હવે આ રાજ્યમાં નહિ રહી શકે.
રામલાલ: મહારાજ મે તમારો જીવ બચાવ્યો બદલામાં તમે મને રાજ્ય માંથી કાઢો છો?
રાજા: એ વાત સત્ય છે કે તારા સપનાને લીધે રાજ્ય પર આવેલા બધા સંકટ ટળી ગયા છે અને મારો જીવ પણ બચી ગયો હતો.
રામલાલ: તો પણ તમે મને ભલાઈ ને બદલે સજા આપી રહ્યા છો?
રાજા: હા કારણકે તારી અહી રહેવું પ્રકૃતિની વિરૂધ્ધ છે, કોઈપણ વ્યક્તિ ત્યાર સુધી સુખ થી રહી સકે છે જ્યાં સુધી તેને તેના ભવિષ્ય ની ખબર ન હોય. ભવિષ્ય ભલે સારું હોય કે ખરાબ પણ જો તે સમય પહેલા ખબર પડી જાય તો માણસ જીવતો હોવા છતાં મૃત જેવો થય જાય છે. તે મારા મહામંત્રી ને મૃત્યુ નું સત્ય જણાવી દીધું હતું પરંતુ મુત્યુ ના ડરથી સમય પહેલાજ તે મૃત્યુ પામ્યા અને તેના આઘાત થી તેમની પત્ની પણ મૃત્યુ પામ્યા, તારા સપનાએ બે જીવ લીધા હું તને આ વાતનો દોશી નથી કઈ રહ્યો પરંતુ અમુક વસ્તુ સમય પર છોડી દેવી જોઈએ કે ભવિષ્ય ને જાણીને માણસ નું જીવવું મુશ્કેલ થય જાય તે ભવિષ્યને ન જાણવું સારું છે તું જઈ શકે છે.
રાજા ની આપેલી ભેટ લઈ રામલાલ વિદાય લે છે આખરે રામલાલ નો બીજાનું ભવિષ્ય બતાવવાનો ગુણ તેના પોતાના માટે ખરાબ સાબિત થયો.

તેનાલી રામન ની વાર્તાઓ ગુજરાતી માં

Leave a Comment